ભરૂચ : કદંબ શ્રીજી યુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા નવી વસાહત ખાતે ગૌરી ગણપતિ ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરાય...

હાલ ચાલી રહેલ ગણેશ મહોત્સવ દરમ્યાન ભરૂચ શહેરના નવી વસાહત ખાતે કદંબ શ્રીજી યુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગૌરી ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

New Update

હાલ ચાલી રહેલ ગણેશ મહોત્સવ દરમ્યાન ભરૂચ શહેરના નવી વસાહત ખાતે કદંબ શ્રીજી યુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગૌરી ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના નવી વસાહત ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવમાં ગૌરી ઉત્સવ નિમિત્તે મરાઠી સમાજની મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષથી નવી વસાહત ખાતે કદંબ શ્રીજી યુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા પરંપરા મુજબ ખૂબ જ પ્રખ્યાત ગૌરી પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. ગૌરી માતાને આહ્વાન કરવા સાથે તેઓનું સ્થાપન કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતુંજ્યાં આઠમના દિવસે પૂજન કર્યા બાદ નોમના દિવસે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવનાર છે.

Latest Stories