ભરૂચ : ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા ખેલ મહાકુંભ 3.Oનું આયોજન, આ વેબસાઇટ પર કરો પોતાનું રજીસ્ટ્રેશન...

ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાના ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં અલગ અલગ વય જુથ મુજબ

New Update
  • ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનો ઉદેશ્ય

  • રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3.Oનું આયોજન કરાયું

  • ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરના ખેલાડીઓ લેશે ભાગ

  • ભાગ લેનાર ખેલાડીઓની થશે રાજ્યકક્ષા માટે પસંદગી

  • વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે અપીલ કરાય

Advertisment

ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાના ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં અલગ અલગ વય જુથ મુજબ ખેલાડીઓ ભાગ લેતા હોય છે. ગત વર્ષે ખેલ મહાકુંભમાં અંદાજે 1.40 લાખથી વધુ ખેલાડીએ ભાગ લીધો હતોઅને વિવિધ રમતોમાં રાજ્યકક્ષા સુધી પહોંચી ગોલ્ડ મેડલ મેળવ્યા હતાત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે.

ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાએ કુલ 24 રમતો અને રાજ્યકક્ષાએ કુલ 15 રમતોનું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભ 3.માટે ખેલાડીઓ દ્વારા ફરજીયાત વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.In પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા. 5 ડિસેમ્બર-2024થી શરૂ કરી તા. 25 ડિસેમ્બર-2024 સુધી ચાલશે. જેમાં કોઈપણ ખેલાડી 2 રમત કરતા વધુ રમતમાં ભાગ લઇ શકશે નહીં. પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં જ ભાગ લઇ શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અં-9અં-11અં-14 અને અં-17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી જ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અને કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારીજિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી રજિસ્ટ્રેશન કરાવી શકશેત્યારે વહેલી તકે વધુમાં વધુ યુવાનો, બાળકો સહિત રમત ગમતમાં રસ ધરાવતા લોકો ખેલ મહાકુંભ 3.Oમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ભરૂચ જિલ્લા રમત વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલે અપીલ કરી છે.

 

Latest Stories