ભરૂચ: ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો

ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા એક મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચ ખોડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ

ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા એક મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રસંગ પાર્ટી પ્લોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પાછળના ગ્રાઉન્ડમાં યોજાયેલ "સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ" કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહયા હતા, આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ ભરત પટેલ, હિંમત પટેલ,‌ ભુપત રામોલીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના પરિવારોને વિદ્યાર્થીઓના પ્રેરણા સ્તોત્ર એવા મનીષ વઘાસિયા સુરત અને હાર્દિક સોરઠીયા રાજકોટ દ્વારા મોટીવેટ કરવામાં આવ્યા હતા.
Read the Next Article

ભરૂચ:ડો. અમિત ભગુભાઈ ભીમડાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત,કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં આપી છે ઉત્કૃષ્ટ સેવા

મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો

New Update
Dr Amit Bhagu Bhimada
ભરૂચના  અમિત ભગુભાઈ ભીમડાને દિલ્હીની પ્રસિદ્ધ મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો છે. ડો.અમિત ભીમડા છેલ્લા 2 વર્ષથી કોઈપણ દવા કે ઓપરેશન વિના માત્ર Bone Alignment પદ્ધતિ તથા આયુર્વેદના માધ્યમથી સારવાર આપી રહ્યા છે.

Dr Amit Bhagu Bhimada

તેઓએ અત્યાર સુધીમાં 1000થી વધુ દર્દીઓને કમર, ગળા, ઘૂંટણ, સર્વાઇકલ, સાયટિકા સહિત અનેક જાતના જોડાનાં દુઃખાવાઓ અને નસ દાબાવાથી થતા દુઃખાવામાં સંપૂર્ણ આરામ આપ્યો છે. આ સિદ્ધિ બદલ તેઓને  શુભેરછા પાઠવવામાં આવી છે.