ભરૂચ: વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા દ્વારા પતંગ મહોત્સવ યોજાયો

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા દ્વારા ઝાડેશ્વર સ્થિત પાવન નર્મદા મૈયાના તટે આવેલ નર્મદા પાર્ક ખાતે ઉતરાયણ નિમિતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું 

New Update
  • નર્મદા નદી કિનારે પતંગ ઉત્સવ ઉજવાયો

  • વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા દ્વારા કરાયું આયોજન

  • પતંગરસિકોએ સાંસ્કૃતિક સૂત્રો સાથેની પતંગ ઉડાવી

  • બાળકોએ સહિત તમામે પતંગ ઉત્સવની મોજમણી

  • જિ.પં.કારોબારી ચેરમેન સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

 ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા દ્વારા ઝાડેશ્વર સ્થિત પાવન નર્મદા મૈયાના તટે આવેલ નર્મદા પાર્ક ખાતે ઉતરાયણ નિમિતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું  હતું.

ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા દ્વારા ઝાડેશ્વર સ્થિત પાવન નર્મદા મૈયાના તટે આવેલ નર્મદા પાર્ક ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું  હતું.આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત ગોવર્ધનનાથજીની હવેલીના ટ્રસ્ટી ભરત શેઠશ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિત શાહ,વાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર માર્ટીન પટેલ,સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ઉપરાંત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના આશીત તોલાટ,રોનક શાહસંકેત શાહ,દક્ષીતા શાહ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પતંગ  મહોત્સવમાં પતંગરસિકોએ સાંસ્કૃતિક સૂત્રો સાથેની પતંગ ઉડાવી પતંગ પર્વની મજા માણી હતી.આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન  ધર્મેશ મિસ્ત્રીએ આગામી દિવસોમાં આ નર્મદા તટે નૌકા વિહાર સહિત વોટર સ્પોર્ટ્સ સહિતની વિવિધ પ્રવુતિઓ પ્રજાનનો માટે  શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

Latest Stories