ભરૂચ: પાલેજમાંથી નશાકારક કફ સીરપનો મોટો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ

ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. પાલેજ પોલીસના સૂત્રોને માહિતી મળી હતી

New Update

ભરૂચની પાલેજ પોલીસે નશાકારક કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂપિયા 75000થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે

ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. પાલેજ પોલીસના સૂત્રોને માહિતી મળી હતી કે પાલેજના જહાંગીર પાર્કમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર કફ સીરપનું વેચાણ કરી રહ્યા છે જેના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા જ્યાં પોલીસને મકાન અને દુકાનમાંથી નશાકારક કફ સીરપની 510 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે આ મામલામાં જહાંગીર પાર્કમાં રહેતા રિઝવાન પટેલ અને સુરતના વેર રોડ પર રહેતા ભાવેશ ખીજડીયાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે રૂપિયા 75,990નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ કફ શિરપ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
હાલના સમયમાં નશાકારક કફ સીરપ અને ડ્રગ્સનુ ચલણ વધી રહ્યું છે ત્યારે તેનાથી થતી નકારાત્મક અસરો અંગે કનેક્ટ ગુજરાત દ્વારા ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડોક્ટર નિધિ ચૌહાણનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ડોક્ટર નિધિ ચૌહાણએ સૌ પ્રથમ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને ત્યારબાદ  નશાકારક કફ સીરપ અને ડ્રગ્સની શરીર પર થતી નકારાત્મક અસરો અંગે માહિતી આપી હતી
#ભરૂચ #પાલેજ #નશાકારક કફ સીરપ #જથ્થો ઝડપાયો #2 આરોપીની ધરપકડ #ભરૂચ પોલીસ
Here are a few more articles:
Read the Next Article