-
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આર.કે. સિનેમા ખાતે આયોજન
-
રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીનું વિશેષ આયોજન
-
ફંડ રેઇઝિંગ ઇવેન્ટ "Laugh for a Cause" કાર્યક્રમ યોજાયો
-
કાર્યક્રમમાં સ્ટેન્ડઅપ કોમેડિયનોએ શાનદાર પ્રસ્તુતિ આપી
-
લોકોએ રમુજી કાર્યક્રમની મજા માણવાનો અવસર માળ્યો
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આર.કે. સિનેમા ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા "Laugh for a Cause" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ તેના સ્થાયી પ્રોજેક્ટ્સ જેવા કે, મોતીયાબિંદુ સર્જરી, મહિલા સશક્તિકરણ અને શિક્ષણને સમર્થન આપવા માટે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આર.કે. સિનેમા ખાતે ફંડ રેઇઝિંગ ઇવેન્ટ "Laugh for a Cause"નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન નીતીશ શેટ્ટી અને કાનવરલાલે શાનદાર પ્રસ્તુતિ આપી હતી. આ કાર્યક્રમમાં લગભગ 400 લોકોને રમુજી કાર્યક્રમની મજા માણી હતી. ક્લબના સભ્યોના સક્રિય સહકાર અને પ્રયાસો દ્વારા આ કાર્યક્રમ સફળ બન્યો હતો. આ પ્રસંગે PDG પરાગ શેઠ, રોટેરિયન મૌનેશ પટેલ, સચિવ કવિન પટેલ, ઇવેન્ટ ચેરમેન ભાવિક ગણાત્રા અને સહકાર આપનાર ધ્રુવ રાજા, સમીર પંડ્યા, અમિત તાપીયાવાલા, સહેજાદા પઠાણ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.