ભરૂચ: રૂ.102 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુર્હુત

ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતુ

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

વિકાસના વિવિધ કર્યોનું લોકાર્પણ-ખાતમુર્હુત

રૂ.102 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ

મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત

12 પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુર્હુત કરાયુ

ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતુ
ગુજરાત સરકાર દ્રારા ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજયકક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં આગેવાનોના હસ્તે  અંદાજિત ૧૦૨.૩૦ કરોડના ખર્ચે  ૧૨ જેટલાં પ્રકલ્પોનું  લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા,ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories