New Update
-
ભરૂચમાં આવેલી છે લાયબ્રેરી
-
રાયચંદ દીપચંદ લાયબ્રેરી 164 વર્ષ જૂની
-
વાંચકોને લાયબ્રેરી તરફ વાળવા પ્રયાસ
-
યુનાઇટેડ મુસ્લિમ એસો.દ્વારા પ્રયાસ કરાયો
-
આગેવાનોએ લીધી લાયબ્રેરીની મુલાકાત
ભરૂચની ઐતિહાસિક 164 વર્ષ જૂની રાયચંદ દિપચંદ લાઇબ્રેરી તરફ વાચકોને વાળવા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી
ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસો. દ્વારા લુપ્ત થતી પુસ્તક વાંચનની ટેવને ફરીથી પ્રજ્વલિત કરવાના આશયથી 164 વર્ષ જુની ઐતિહાસીક રાયચંદ દિપચંદ લાયબ્રેરીમા ટ્રસ્ટી, સભ્યો અને પ્રજાજનોને મુલાકાત માટે આમંત્રીત કરાયા હતા. લાયબ્રેરીની મેમ્બરશિપ લેવા પ્રેરિત કરવાનો અનોખો કાર્યક્રમ પ્રમુખ ઝૈનુદિદન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠણ રાખવામા આવ્યો.
ભરૂચના નામાંકીત ડોક્ટરો ડો.મિનાઝ પટેલ, ડો.મોહસીન અને ડો.શબાના પટેલ સહીત 12 વ્યક્તિઓએ મેમ્બરશિપ લઇ ફેમીલી મેમ્બર સાથે રેગ્યુલર ઐતિહાસીક પુસ્તકોના વાંચન માટે મુલાકાતનુ વચન આપ્યુ.આ પ્રસંગે લાયબ્રેરી ટ્રસ્ટના પ્રમુખ ગૌતમભાઇ ચોક્સીના સુચનથી લાઇબ્રેરિયન રંજનબેન ચૌહાણ, સાથી સ્ટાફ બહેનોએ સુંદર આવકાર સાથે સહકાર આપ્યો હતી.
Latest Stories