ભરૂચ: આલિયા બેટ પર દીપડાએ ઊંટના 2 બચ્ચાનો શિકાર કરતા સ્થાનિકોમાં ફફડાટ, પાંજરૂ ગોઠવવા કરી માંગ

ભરૂચના આલીયાબેટ પર દીપડાએ બે ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા.બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલ ગાયનો પણ શિકાર કર્યો હતો.

New Update
  • ભરૂચના આલિયાબેટનો બનાવ

  • દીપડાએ આલિયાબેટ પર કર્યો શિકાર

  • ઊંટના 2 બચ્ચાનો શિકાર કર્યો

  • સ્થાનિકોમાં ફફડાટ

  • વન વિભાગ પાંજરૂ ગોઠવે એવી માંગ

અરબી સમુદ્રને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલીયાબેટ વિસ્તારમાં દીપડા હયાતીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.હાંસોટના અભેટા ગામથી આલિયાબેટના માર્ગ તરફ જતા અંતરિયાળ વિસ્તારમાં  ખોરાક આરોગી રહેલા ખારાઈ ઊંટના બે બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો હતો.

જે અંગે ઊંટ માલિકને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચતા મરેલા ઊંટના બચ્ચા નજીક જ દીપડો બેઠો હોવાનું જોવા મળ્યું હતું જેને લઇ તે ત્યાંથી પરત પોતાના પડાવ પર આવી આ અંગે અન્ય કબીલાના લોકોને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં  મરેલ ખારાઈ ઊંટ અવશેષો જોવા મળ્યા હતા.

આ અંગે કબીલાના મુખી મહંમદભાઈ જત દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.દીપડા પકડવા માટે આલિયાબેટ પર પાંજરા ગોઠવવાની માંગ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.