ભરૂચ:આમોદ નગરમાં આવેલ નગરપાલિકા સંચાલિત શૌચાલય પર ખંભાતી તાળા  વાગતા લોકોને હાલાકી

શૌચાલય બંધ થઈ જતાં પંથકનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા ફરી એક વાર પંથક નાં લોકો માટે શૌચાલય શરૂ કરે તેમ ગામ લોકો ઇચ્છી રહ્યા છે.

New Update
Amod Nagarpalika Pay & Use

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા સંચાલિત આશરે ચાર જેટલા શૌચલાય બનાવવામાં આવ્યા હતા.પરંતુ પાલિકાનાં અંધેર વહીવટનાં કારણે બંધ થઈ જતા પંથકમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આમોદ નગરપાલિકા દ્વારા ખાસ કરીને નવી વસાહતનાં રહેણાક વિસ્તારમાંશૌચાલય બનાવ્યા છે. જેમાં આમોદની પુરસા નવી નગરી વિસ્તાર,પશુ દવાખાના વિસ્તાર,કચેરીનાં કામ અર્થે આવતા લોકો માટે તેમજ આમોદનાં મુખ્ય બજારમાં શૌચાલય બનાવ્યા હતા.

જે થોડા સમય માટે નિયમિત ચાલુ રહેતા હતા પરંતુ હાલ બધા શૌચાલય બંધ થઈ જતાં પંથકનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા ફરી એક વાર પંથક નાં લોકો માટે શૌચાલય શરૂ કરે તેમ ગામ લોકો ઇચ્છી રહ્યા છે.

Read the Next Article

જંબુસર : શ્રાવણ માસના પ્રારંભ પહેલા કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ ખાતે સુવિધાસભર તૈયારીઓ શરૂ,મોટી સંખ્યામાં ઉમટશે ભક્તો

કાવી-કંબોઈ ગામમાં એક પ્રાચીન શિવ મંદિર છે. માન્યતા છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી. આ મંદિર દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે

New Update
  • પવિત્ર શ્રાવણ માસના આગમનની તૈયારી

  • કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે તૈયારીઓ શરૂ

  • સમુદ્ર સ્વયં કરે છે દેવાધિદેવને જળાભિષેક

  • ખુબ મોટી સંખ્યામાં ભક્તો કરે છે શિવજીના દર્શન

  • શ્રાવણમાં ઉમટી પડશે ભક્તોનો સેલાબ 

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઇ ખાતે ભક્તો માટે આસ્થા સ્થાનક સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલા શ્રદ્ધાળુઓ માટે સુવિધાસભર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરોમાં દર્શન અને પૂજન કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે. આ માન્યતાના કારણે શિવજીના પ્રાચીન મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામમાં એક પ્રાચીન શિવ મંદિર છે. માન્યતા છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી. આ મંદિર દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે.સમુદ્રમાં આવનાર ભરતીના કારણે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે અને થોડા સમય પછી ફરીથી જોવા મળે છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અર્થે આવે છે,પરંતુ શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભક્તોનો સેલાબ ઉમટી પડે છે.

આગામી તારીખ 25 જુલાઈ 2025ને શુક્રવારના રોજ થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે ત્યારે શિવભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી  રહી છે. શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારુ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશેમહીસાગર સંગમ તીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકરદેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધીવ્યાધી અને ઉપાધિ માંથી મુક્ત થાય છે.તથા સઘળી મનોકામના પૂર્ણ થતી હોવાની ભક્તોમાં શ્રદ્ધાપૂર્વક જણાવી રહ્યા છે.

Latest Stories