ભરૂચ : હેલિકોપ્ટર લઈને પરણવા આવેલા યુવકના વિડિયો પર અભદ્ર ટિપ્પણી કરનાર ખેડા-વસો ગામના મહંતની ધરપકડ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જાનના વિડિયોની પોસ્ટમાં લાલભાઇ નામના એકાઉન્ટ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી...

New Update
  • ભરૂચ તાલુકાના નીકોરા ગામે યોજાયા હતા અનોખા લગ્ન

  • આદિવાસી સમાજના યુવાને હેલિકોપ્ટરમાં કાઢી હતી જાન

  • સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં થઈ અભદ્ર ટિપ્પણી

  • પોલીસે ખેડા-વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી

  • જાતિવાદી ટિપ્પણીઓ બદલ આરોપી વિરુદ્ધ કડક કાર્યાવહી

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. આરોપી પિયુષગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગૌસ્વામીએ આદિવાસી સમાજના લગ્ન પ્રસંગના વિડિયો પર જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી.

ગત તા. 16મી ફેબ્રુઆરી-2025ના રોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખરચી ગામમાં રહેતા આદિવાસી સમાજના યુવકના લગ્ન પ્રસંગ નિમિત્તે હેલિકોપ્ટર મારફતે ભરૂચ તાલુકાના નીકોરા ગામે જાન પહોચી હતી. જે લગ્ન પ્રસંગની જાનનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતોત્યારે'બોલ સે ભરૂચ પુછશે ભરૂચનામના ફેસબુક પેજ પર શેર થયેલા જાનના વિડિયોની પોસ્ટમાં લાલભાઇ નામના એકાઉન્ટ દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

આ ટિપ્પણીઓથી સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો. સમાજના લોકોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરવા સાથે વહીવટી તંત્રને આવેદન પત્ર આપ્યું હતુંત્યારે ભરૂચ એસપી મયુર ચાવડાએ આ મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ સાથે જ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

LCB પીઆઈ એમ.પી.વાળા અને પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.રાઠોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતીત્યારે ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ખેડા જિલ્લાના વસો ગામના મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. જેનું નામ પિયુષગીરી ઉર્ફે લાલભાઈ બળદેવગીરી ગૌસ્વામી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

જોકેપ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અભદ્ર ટિપ્પણીઓ કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી છેત્યારે હાલ તો પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ:સામાજિક સેવાકાર્યો અર્થે ગરુડ સેનાની રચના, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા કરાશે પ્રયાસ

ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી ગરુડ સેના નામના નવા પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સામાજિક સેવાના હેતુથી પ્રારંભ કરાયો

  • ગરુડ સેના નામના પ્રકલ્પનો પ્રારંભ

  • રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો કરાશે

  • સેજલ દેસાઈ સહિતના આગેવાનો જોડાયા

ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી ગરુડ સેના નામના નવા પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી સામાજિક ક્ષેત્રે કાર્યરત સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ અને દાનુ ભરવાડની આગેવાનીમાં ગરુડ સેના નામની એક નવી સંસ્થાની રચના કરવામાં આવી છે. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ કલ્યાણના કાર્યો હાથ ધરવાનો છે.ગરુડ સેના દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓ જેવી કે જરૂરિયાતમંદોને મદદ, પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અભિયાન, શિક્ષણ ક્ષેત્રે સહાય, આરોગ્ય જાગૃતિ અને અન્ય સામાજિક કાર્યો કરવામાં આવશે. આ પહેલ દ્વારા  ભરૂચના નાગરિકોના સહયોગથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરાશે