New Update
ભરૂચમાં સામે આવ્યો હતો બનાવ
આંગણવાડી વર્કરોને કરવામાં આવતા હતા કોલ
ન્યૂડ વિડીયો કોલ દ્વારા કરાતી હતી હેરાનગતિ
આરોપી પંજાબથી ઝડપાયો
નશાની હાલતમાં કરતો હતો વિડીયો કોલ
ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કર તરીકે કામગીરી કરતી 100થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે ભરૂચ સાઈબર ક્રાઇમ પોલીસે ન્યુડ વિડીયો કોલ કરનાર આરોપીની પંજાબ થી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ,ઝઘડીયા,નેત્રંગ અને વાલીયા અને જંબુસર તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી હતી.માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે,બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્ર્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાતા તેઓ દ્વારા ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેન્સના આધારે તપાસ શરૂ કરી હતી.
જેમાં ન્યુડ વિડીયો કોલ પંજાબથી આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું જેના આધારે પોલીસે એક ટીમ પંજાબ રવાના કરી હતી અને પંજાબના ફિરોજપુર ખાતેથી ગુર્જિતસિંગ રાયસીંગ નામના આરોપીની ધરપકડ કરી હતી. ગુરજીતસિંગ નશાની હાલતમાં રેન્ડમ નંબરના આધારે મહિલાઓને ન્યુડ વિડિયો કોલ કરતો હતો અને તેની માનસિક વિકૃતિ સંતોષતો હતો. એક નંબર પર ન્યુડ વિડિયો કોલ કર્યા બાદ તેની પાછળના નંબર બદલીને અને તબક્કાવાર આ પ્રકારના કોલ કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories