ભરૂચ: સ્વરછતા-પર્યાવરણની જાગૃતિ માટે યોજાય મેરેથોન, 4 હજાર દોડવીરો જોડાયા

શહેરની સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે યોજાયેલી આ મેરેથોનમાં નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી લગભગ 4000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • રોકવુલ કંપની દ્વારા આયોજન

  • મેરેથોન દોડ યોજાય

  • પર્યાવરણ જાગૃતિ માટે મેરેથોન

  • 4 હજાર દોડવીરો જોડાયા

ભરૂચમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે મેરેથોનનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3 કિમીથી 21 કિમી સુધીની દોડમાં 4000થી વધુ દોડવીરોનો ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો.
ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે ભરૂચ મેરેથોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે યોજાયેલી આ મેરેથોનમાં નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી લગભગ 4000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મેરેથોનની શરૂઆત ભરૂચની જે.પી. કોલેજ ખાતેથી કરવામાં આવી હતી. જેમાં 3 કિમી, 5 કિમી, 10 કિમી અને 21 કિમી જેવી વિવિધ કેટેગરીની દોડ યોજાઈ હતી. દોડ દરમિયાન દોડવીરોએ પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભરૂચ–સ્વસ્થ ભરૂચ જેવા સંદેશ આપતા બેનરો અને પ્લેકાર્ડ સાથે જનજાગૃતિ ફેલાવી હતી.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સતત ચોથા વર્ષે આ પ્રકારની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Latest Stories