-
મારવાડી ઘોડી આફ્રિનનો ઉત્કૃષ્ટ દેખાવ
-
પુણામાં યોજાઈ હતી અશ્વ સ્પર્ધા
-
100 મારવાડી ઘોડાના માલિકોએ લીધો હતો ભાગ
-
આફરીને સ્પર્ધામાં મેળવ્યું ત્રીજું સ્થાન
-
ગુજરાતના અશ્વપ્રેમીઓમાં છવાઈ ખુશી
ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને પુણામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત 9માં મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ભરૂચની મારવાડી ઘોડી આફ્રિને પુણામાં ઇન્ડિજિનિયસ હોર્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત 9માં મારવાડી ઘોડા પ્રજાતિ શોમાં ભાગ લીધો હતો.તારીખ 22 અને 23 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી 100 મારવાડી ઘોડાના માલિકોએ ભાગ લીધો હતો.
ભરૂચના એમ.કે.ટિમ્બરના માલિક હુસૈન ગુલામ હુસૈનવાલાની 29 મહિનાની ઘોડી આફ્રિને મિલ્ક ટીથ કેટેગરીમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આફ્રિન રૂબન સ્ટાર અને જાસ્મીન નામના અશ્વની સંતાન છે.તે કલાકાતા, આલિશાન અને રત્નાકર જેવા પ્રતિષ્ઠિત અશ્વની વંશજ છે. આ સફળતાથી ગુજરાત અને ભરૂચના ઘોડા પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.