ભરૂચ : જંબુસરના જંત્રાણ ગામે અક્ષર પ્રદેશ મહિલા મંડળની સમૂહ મહાપુજા યોજાય

મહાપુજા એટલે ભક્તે સહિત મહાપૂજા કરીએ તેનું મહત્વ અનેરૂ છે, અને દરેક સંકલ્પો પૂર્ણ થાય છે. ભજન તો સ્મુર્તિ સહિત કરવું જોઈએ, આ લોકનું તો કરવાનું જ છે.

Bharuch
New Update

પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પ્રેરણા અને આશિષથી પવિત્ર ચાતુર્માસ નિમિત્તે અક્ષર પ્રદેશ એવા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંત્રાણ ખાતે યોગી ડિવાઇન સોસાયટીના સાધ્વી સ્મિતબેનના સાનિધ્યમાં અક્ષર પ્રદેશ મહિલા મંડળની સમૂહ મહાપુજા યોજાય હતી. 

હરિધામ સોખડાથી બહેનો પધારતા બાલિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને વિદ્યાકુંજની બાળાઓએ વાગ્યારે ઢોલસ્વાગત ગીત રજૂ કર્યું હતું. ત્યારબાદ પૂજ્ય સ્મિતબેને આશિષ આપતા મહાપૂજાનું મહત્વ પ્રસંગો સહિત સમજાવતા આપણે કેટલા નસીબદાર છે. ચતુર્માસમાં ઘણા ઉપવાસોવ્રત કરવાના હોય છે. સ્વામીજીએ આપણું સિંચન કર્યું છે. રવિ સભાની વાત કરી આત્મીય સમાજની સમજણ આપી હતી.

રોજ સવારે પૂજા કરીએ છીએ આ મહાપુજા એટલે ભક્તે સહિત મહાપૂજા કરીએ તેનું મહત્વ અનેરૂ છેઅને દરેક સંકલ્પો પૂર્ણ થાય છે. ભજન તો સ્મુર્તિ સહિત કરવું જોઈએ, આ લોકનું તો કરવાનું જ છે. પરંતુ પરલોકનું પણ કરવા જણાવ્યું હતું. આત્માની ગતિ પરમાત્મા તરફ જવી જોઈએ તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે લક્ષ્મીબેનહેમુબેન, પુષ્પાબેનહેમંતાબેન સહિત મોટી સંખ્યામાં યુવતીઓ બહેનો પધારી મહાપૂજા નો લાભ લીધો હતો.

#Connect Gujarat #Bharuch News #Jantran village #જંબુસર #જંત્રાણ ગામ
Here are a few more articles:
Read the Next Article