New Update
ભરૂચના દહેજનો બનાવ
ભૂકંપના કારણે ઓઇલ લીક થયું
ભયંકર આગ ફાટી નિકળી
અંતે મોકડ્રિલ જાહેર કરાય
સલામતી અંગે કરવામાં આવી ચકાસણી
ભરૂચના દહેજ સ્થિત ઓ.એન.જી.સી.અને એલ.એન.જી.પેટ્રોનેટ ખાતે ભુકંપથી ઓઈલ લિકેજના કારણે આગ લાગવા અંગેની મોકડ્રીલ યોજાય હતી. ઈમરજન્સીના સમયે આવી પડેલી આપદાના સમયે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઈસીસ ગ્રુપના સંયુકત ઉપક્રમે શુક્રવારે ONGC દહેજ અને LNG પેટ્રોનેટ દહેજ ખાતે ભુકંપથી ઓઈલ લિકેજના કારણે આગ લાગવા અંગેની રાજયકક્ષાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર-જિલ્લામાં ફાયરના સંસાધનોની ઉપલબ્ધતા, કોઈ પણ દુર્ઘટના સમયે આસપાસની કંપનીઓ પાસેથી ઈમરજન્સી સાધનો મળી રહે, રાહત બચાવ માટે એમ્બ્યુલન્સો, પોલીસ, ઈમરજન્સી સમયે પાણીની ઉપલબ્ધતા તેમજ અન્ય વિભાગો સાથે મળીને જે તે વિભાગોને કરવાની થતી કામગીરી અંગેની મોકડ્રલ યોજાય હતી.
Latest Stories