ભરૂચ: પ્લેન ક્રેશની ઘટનામાં જંબુસરના MBBSના વિદ્યાર્થીનો આબાદ બચાવ, જમવા જ બેઠા હતા અને માથે મોત આવ્યુ !

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મહાદેવ નગર વિસ્તારના રહેવાસી અને MBBSના બીજા વર્ષના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો

New Update
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મેડિકલના વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો છે જે બદલ તેણે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો  હતો. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્યસભર ઘટનામાં જંબુસરના મહાદેવ નગર વિસ્તારના રહેવાસી અને MBBSના બીજા વર્ષના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો છે.
ઘટનાની ઘડીઓ યાદ કરતા ધ્રુવે જણાવ્યું કે તે સમયે તે અને તેના મિત્રો એકસાથે જમવા માટે ડાઇનિંગ ટેબલ પાસે બેઠેલા હતા ત્યારે અચાનક એક જોરદાર અવાજ સંભળાયો અને ત્યારબાદ તાત્કાલિક ધુમાડાના ગોટેગોટા છવાય ગયા હતા. પરિસ્થિતિને સમજ્યા વગર, જીવ બચાવવાની હિમ્મત સાથે તે તરત જ ડાઇનિંગ ટેબલ નીચે છુપાઈ ગયા જ્યારે થોડો મોકો મળ્યો ત્યારે ધ્રુવે બિલ્ડિંગની બારીમાંથી કૂદીને નજીકની સુરક્ષિત જગ્યા તરફ પહોંચી ગયા હતા.
બાદમાં આ સમગ્ર ઘટના પ્લેન ક્રેશની હોવાનું બહાર આવ્યું હતુ.ધ્રુવે પોતાનો જીવ બચાવવાને ભગવાનની કૃપા ગણાવતાં પોતાના સ્નેહી મિત્રોનો આ દુર્ઘટનામાં જીવ ગુમાવવાથી ઘેરો શોક વ્યક્ત કર્યો હતો.
Read the Next Article

ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે NH 48 પર લાગ્યા વાહનોના થપ્પા, ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ

વરસાદી માહોલ વચ્ચે વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

New Update
Traffic Jam

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે આજરોજ વરસાદી માહોલ વચ્ચે શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક પણ વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

ઝાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા વકરી રહી છે ત્યારે માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઇવે નંબર 48 પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.વાલિયા ચોકડી નજીકના સાંકડા ઓવરબ્રિજના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ટ્રાફિકજામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે.