New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
મેડિકલ કેમ્પ-બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
નિષ્ણાત તબીબોએ આપી સેવા
રક્તદાતાઓએ કર્યું રક્તદાન
જરૂરિયાતમંદોએ લીધો લાભ
ભરૂચના આયુષ આરોગ્ય મંદિર અને ઝાયડ્સ હોસ્પિટલના સહયોગથી આરોગ્ય અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના વેજલપુર ખાતે આવેલી આયુષ્યમાન આરોગ્ય મંદિર ડો. જેનીસ ગોધાણી તથા આયુષ ડૉ. ભાર્ગવી પરમારના માર્ગદર્શન હેઠળ અને વડોદરાની ઝાઇડ્સ હોસ્પિટલના સહયોગથી ભરૂચની જય અંબે વિદ્યાલય ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રોગો માટે નિદાન તેમજ સલાહ માટે ડોક્ટરોની સેવા લીધી હતી. બપોર સુધીમાં 25 જેટલા યૂવાનો અને મહિલાઓએ રક્તદાન કરીને માનવસેવામાં ઉમદા યોગદાન આપ્યું હતું.
Latest Stories