New Update
ભરૂચમાં કરાયુ આયોજન
એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ
પોલીસકર્મીઓ અને પરિવારજનોએ લીધો લાભ
પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચની અમી લેબોરેટરી અને એ ડિવિઝન પોલીસના સંયુક્ત ઉપક્રમે પોલીસ કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
નાગરિકોની સુરક્ષા માટે હરહંમેશ ખડેપગે તૈનાત રહેતા પોલીસકર્મીઓના પણ આરોગ્યની તપાસ થાય તે હેતુસર ભરૂચની અમી લેબોરેટરી અને એ ડિવિઝન પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનેરી મહેલ સ્થિત પોલીસ મથક ખાતે યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પનો ૮૯ જેટલા પોલીસકર્મીઓએ લાભ લીધો હતો.જેમાં બ્લડ અને યુરિનની તપાસ કરવામાં આવી હતી.આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ ગદરિયા સહિતના અધિકારીઓ તેમજ પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો પોલીસકર્મીઓના પરિવારજનોએ પણ લાભ લીધો હતો.
Latest Stories