New Update
/connect-gujarat/media/media_files/2025/03/10/yJAkdMK89Dm4MPt6dUpT.jpg)
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC) નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ રાજ્યમાં સમાન સિવિલ કોડનાં અમલીકરણ બાબતે સૂચનો/મંતવ્યો મેળવવાનાં ભાગરૂપે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ, ગુજરાતનાં સભ્ય દક્ષેસ ઠાકર અને ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. ત્યારે સમાન સિવિલ કોડને લઈ પોતાના સૂચનો/મંતવ્યો આપવા અંગે ગુજરાત સરકારના પોર્ટલની ( https://uccgujarat.in ) વિગતો મેલા
આ બેઠકમાં ધાર્મિક સંસ્થાનાં વડાઓ, કોલેજનાં આચાર્ય, કાયદાનાં નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, મહિલાઓના અધિકારો, વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
Latest Stories