ભરૂચ : ગરમીના પ્રકોપથી હવામાન વિભાગે જાહેર કર્યું “રેડ એલર્ટ”, સાવચેતી રાખવા તબીબોનો અનુરોધ...

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે.મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

New Update
  • રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાયો

  • હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

  • 7થી 10 એપ્રિલ દરમિયાન જાહેર કર્યું એલર્ટ

  • રાજ્યમાં ઘણા શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર

  • અસહ્ય ગરમીને પગલે જનજીવન અસ્તવ્યસ્ત

  • પાણી વધુ પ્રમાણમાં પીવા માટે અનુરોધ કરતા તબીબ

  • ગરમીના પ્રકોપથી બચવા તબીબોની સલાહ

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે.મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દરમિયાનહવામાન વિભાગે રાજ્યમાં 7 થી 10 એપ્રિલ દરમિયાન તીવ્ર ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે.આ ઉપરાંત કેટલાક શહેરો માટે ભારે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.ત્યારે ગરમીના પ્રકોપથી બચવા માટે તબીબોએ જરૂરી સૂચનો કર્યા છે.

ઉનાળાની શરૂઆતથી જ ગરમીએ તેનો આકરો મિજાજ બતાવ્યો છે.એપ્રિલ મહિનાનાં પ્રથમ તબક્કામાં જ રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે.હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. વિભાગે 7 એપ્રિલે કચ્છમાં હીટવેવના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે.આ ઉપરાંત મોરબીરાજકોટ અને પોરબંદરમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાબનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં તીવ્ર ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વધુમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે.

તારીખ 7થી 10 એપ્રિલ દરમિયાન રાજ્યના 9 જિલ્લામાં ગરમી તેનો આકરો મિજાજ બતાવશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

બીજી તરફ ભરૂચની  જનરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા લોકોને ગરમી સામે રક્ષણ માટે જરૂરી સુચન કરવામાં આવ્યું છે,અને ઘરની બહાર જતી વેળાએ પોતાની સાથે પાણીની બોટલ સાથે રાખવા તેમજ વધુ પ્રમાણમાં પાણી પીવા માટેની સલાહ આપવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.