ભરૂચ: ખાણ ખનીજ વિભાગનો સપાટો, એક મહિનામાં રૂ.87 લાખની ખનીજ ચોરી ઝડપી પાડી

ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા  વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારની તિજોરીમાં રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવક વસુલાત કરી

New Update
ભરૂચ ભૂસ્તર વિભાગ  (1) (1)
રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા  વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારની તિજોરીમાં રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવક વસુલાત કરી, સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ભરૂચ ભૂસ્તર વિભાગ  (3)

આ બાદ ફરી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન ૪૯ માઈનીંગ કેસો કરીને ૪૮ જેટલા વાહનો કબ્જે કરી કાર્યવાહી રૂ.૮૭ લાખની ખનીજ ચોરી ઝડપી દંડકીય આવક મેળવી છે. 

ખનીજ વિભાગની ક્ષેત્રિય તપાસટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અલગ- અલગ વિસ્તારોમાંથી એપ્રિલ ૨૦૨૫ એક જ માસમાં ૪૯ માઈનીંગ કેસ કરી રૂપિયા ૮૭ લાખની માતબર આવક મેળવી છે. જેમાં ૩૭ જેટલી ટ્રકો, ૧૦ જેટલા માઈનિંગ મશીન અને એક એક્સવેટર મશીનની જપ્તી કરી હતી.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories