ભરૂચ: ખાણ-ખનીજ વિભાગે ઝઘડિયાના રાણીપુરા ગામેથી રેતી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું, 11 ડમ્પર સહિતના વાહન જપ્ત

ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હાલ ગરમાયો છે. સાંસદ મનસુખ વસાવા વખતોવખત સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી અધિકારીઓની મિલીભગતથી રેતી ચોરીનું કૌભાંડ

New Update
IMG-20250227-WA0177
ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હાલ ગરમાયો છે. સાંસદ મનસુખ વસાવા વખતોવખત સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી અધિકારીઓની મિલીભગતથી રેતી ચોરીનું કૌભાંડ આચારાતું હોવાના આક્ષેપ કરે છે ત્યારે હવે તંત્ર હરકતમાં આવ્યું છે.
Advertisment
સુરત ફલાઈગ સ્કવોડ કચેરી,ભરૂચ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી તેમજ ઝઘડિયા મામલતદાની તપાસ ટીમ દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા- ઉચેડીયા ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.આ આકસ્મિક દરોડા દરમ્યાન રાણીપુરા- ઉચેડીયા ગામના નર્મદા નદીપટ્ટ વિસ્તારમાં ચાલતા સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમ્યાન ૧ એકસેવેટર મશીન, ખાણકામમાં વપરાતી ૧ યાંત્રિક નાવડી અને ૧૧ ડમ્પરો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
Advertisment
Latest Stories