New Update
/connect-gujarat/media/media_files/2025/01/22/9q2W3e1geSsIvcr6mTy7.jpg)
ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીના પટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં ૦૧ યાંત્રિક નાવડી તથા ૦૧ ટાટા હિટાચી મશીન દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી ટ્રક નંબર- GJ-05-BT-4752, GJ-05-AT-3201માં સાદીરેતી ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાથી કુલ-૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશન ઝગડીયા ખાતે રાખવામાં આવ્યા હતા તેમજ તપાસ ટીમનાં સર્વેયર દ્વારા જગ્યા પર બનાવેલ ચટામાં સંગ્રહ કરેલ સાદીરેતી ખનીજના જથ્થાની માપણી GPS મશીનથી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
/connect-gujarat/media/media_files/2025/01/22/8x1afJdAAZXlVA23y9Ey.jpg)
આ ઉપરાંત અગાઉ ગત તારીખ.૨૦/૦૧/૨૦૨૫ નાં રોજ મામલતદાર ઝગડિયા તથા ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ટોઠીદરા ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ૦૧ હોન્ડાઈ મશીન તથા ૦૨ યાંત્રિક નાવડીઓ દ્વારા સાદીરેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતા હોવાનું જણાઈ આવતાં કુલ-૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો
Latest Stories