ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

New Update
mines department
ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.
વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.