ભરૂચ: આમોદ પંથકમાં મીની વાવાઝોડુ ફુંકાયું, મકાનોના પતરા ઉડયા

આમોદના પૂરસા ગામે ફૂંકાયેલ ભારે પવનના કારણે મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા સાથે જ ઘરવખરીને પણ નુકશાન થયું

New Update

ભરૂચના આમોદમાં વરસાદના કારણે તારાજી

ભારે પવન સાથે વરસ્યો વરસાદ

મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ

મકાનોના પતરા ઉડી ગયા

ખેતીના પાકને પણ વ્યાપક નુકશાન

ભરૂચના આમોદ પંથકમાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં ભારે પવન સાથે વરસેલા વરસાદમાં કાચા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા ભરૂચના આમોદ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આમોદ પંથકમાં ગત રોજ સાંજના સમયે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
આમોદના પૂરસા ગામે ફૂંકાયેલ ભારે પવનના કારણે મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા સાથે જ ઘરવખરીને પણ નુકશાન થયું હતું. તો બીજી તરફ પવન સાથે વરસેલા વરસાદના કારણે ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે વસેલા વરસાદમાં વીજળી પડતા દાઝી જવાથી જિલ્લામાં કુલ ચાર લોકોના મોત નિપજ્યા હતા ત્યારે હવે પાછોતરો વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે.
Latest Stories