-
રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. 8માં વિકાસ કાર્યને વેગ
-
રિલાયન્સ મોલથી સિદ્ધનાથનગર સુધી નવા રોડનું કરાશે નિર્માણ
-
પાલિકા દ્વારા રૂ. 50 લાખના ખર્ચે PCC-CC રોડનું નિર્માણ કરાશે
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું ખાતમહુર્ત.
-
નવા રોડના કામથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
ભરૂચ શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડ નં. 8માં અડધા કરોડના ખર્ચે PCC સાથે CC રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નં. 8માં રિલાયન્સ મોલથી સિદ્ધનાથનગર સોસાયટી સુધી નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નગરસેવકોના પ્રયાસો તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અડધા કરોડ ઉપરાંતની રકમમાંથી PCC સાથે CC રોડ બનાવવા માટેના કામનું આકાશગંગા સોસાયટી નજીક ખાતમુર્હુત પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ લોકોને જણાવ્યું હતું કે, રોડની સાથે સાથે ગટર લાઈન તેમજ પાણીની લાઈનની કામગીરી પણ કરવામાં આવશે, જેથી આ રોડને નુકશાન નહીં થાય અને વર્ષો સુધી આ રોડ લોક ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક નગરસેવક ધનજી ગોહિલ, પ્રવીણ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.