ભરૂચ : દુબઈ ટેકરી વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું...

ભરૂચ શહેરમાં દુબઈ ટેકરી ખાતે અંદાજિત રૂ. 80 લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

New Update
  • નાગરિકોને આવશ્યક સુવિધાઓ પ્રદાન કરવાનો હેતુ

  • દુબઈ ટેકરી વિસ્તારમાં વિકાસના વિવિધ કાર્યોને વેગ

  • રોડડ્રેનેજલાઇટિંગ સહિતના વિવિધ કામો હાથ ધરાયા

  • આંદાજે રૂ. 80 લાખના ખર્ચે વિકાસ કાર્યોનું કરાયું નિર્માણ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

ભરૂચ શહેરમાં દુબઈ ટેકરી ખાતે અંદાજિત રૂ. 80 લાખના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના વોર્ડ નં. 6માં આવેલા દુબઈ ટેકરી વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો માટે અંદાજિત રૂ. 80 લાખના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારના નાગરિકોને આવશ્યક સુવિધાઓ પ્રદાન કરવાના હેતુસર રોડડ્રેનેજલાઇટિંગ સહિતના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે.

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કેદુબઈ ટેકરી સહિત ભરૂચના દરેક વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાની અમારી પ્રતિબદ્ધતા છેઅને આવનારા સમયમાં વધુ કામો પણ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવઉપપ્રમુખ અક્ષય પટેલસ્થાનિક નગરસેવક હેમુ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories