ભરૂચ: રૂ.40 લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડ અને ડ્રેનેજના કાર્યનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકોર્પણ

ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આકાંક્ષા નગરી સોસાયટીમાં ડ્રેનેજ અને સી.સી રોડનું કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું આ માર્ગનું નિર્માણ થતા સ્થાનિકોની  વર્ષો. જુની સમસ્યાનો અંત આવ્યો છે

New Update
ભરૂચના ઉમરાજ ગામની આકાંક્ષા નગરી સોસાયટીમાં રૂપિયા 40 લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડ અને ડ્રેનેજ લાઈનના કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આકાંક્ષા નગરી સોસાયટીમાં ડ્રેનેજ અને સી.સી રોડનું કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું.
₹40 લાખના ખર્ચે નિર્માણ પામેલ આ બન્ને પ્રકલ્પોનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી તેમજ ગામના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.આ માર્ગનું નિર્માણ થતા સ્થાનિકોની  વર્ષો. જુની સમસ્યાનો અંત આવ્યો છે
#Bharuch News #MLA Ramesh Mistry #લોકોર્પણ #Connect Gujarat #ભરૂચ ન્યૂજ
Here are a few more articles:
Read the Next Article