ભરૂચ : વોર્ડ નં. 4, 7માં રૂ. 1.37 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...

રૂ. 1.37 કરોડના ખર્ચે બનનાર સીસી રોડ, પેવર બ્લોક, ગટરલાઈન સહીતના વિવિધ 44 જેટલા વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ

New Update
  • શહેરના વોર્ડ નં. 4 અને 7માં વિકાસ કાર્યને વેગ

  • રૂ. 1.37 કરોડના ખર્ચે નિર્માણ પામશે વિવિધ કામ

  • સીસી રોડ અને પેવર બ્લોક સહિતના વિકાસ કાર્ય

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરાયું

  • મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિકોની ઉપસ્થિતિ

Advertisment

ભરૂચ શહેરના વોર્ડ નં. 4 અને 7માં રૂ. 1.37 કરોડના ખર્ચે બનનાર સીસી રોડ અને પેવર બ્લોક સહિતના વિવિધ 44 વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છેત્યારે ભરૂચ શહેરના વોર્ડ નં. 4માં આવેલ ગાયત્રીનગર અને વોર્ડ નં. 7માં આવેલ લોઢવાડના ટેકરા ખાતે પણ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. રૂ. 1.37 કરોડના ખર્ચે બનનાર સીસી રોડપેવર બ્લોકગટરલાઈન સહીતના વિવિધ 44 જેટલા વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં ધારાસભ્યએ અન્ય વોર્ડમાં પણ વિકાસના કામો સાથે રાજ્ય સરકાર દ્વારા ડ્રેનેજ લાઈન ઉપર માર્ગ બનાવવા માટે 8 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવકારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના નગર સેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories