ભરૂચ : મોનાપાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 3.89 લાખના મુદ્દામાલ પર કર્યો હાથફેરો...

રિટાયર્ડ આર્મીમેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળી રૂ. 3.89 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા..

New Update
Bharuch House Chori

ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ મોનાપાર્ક સોસાયટીના રિટાયર્ડ આર્મીમેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળી રૂ. 3.89 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 

મળતી માહિતી અનુસારભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ મોનાપાર્ક સોસાયટીમાં રિટાયર્ડ આર્મીમેન સિરાજભાઈ પરિવારજનો સાથે સ્વજનના મરણ પ્રસંગે ગયા હતા. તે તકનો લાભ ઉઠાવી તસ્કરે તેમના દરવાજાના નકુચાને તોડવાનો પ્રયાસ કર્યા બાદ બાજુમાં રહેલા થાંભલા પરથી ઉપરના માળેથી પ્રવેશી મકાનમાં કબાટ સહિત તિજોરીઓમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 2.25 લાખ મળી રૂ. 3.89 લાખની મત્તા પર હાથફેરો કર્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જોકેમરણ પ્રસંગમાંથી સિરાજભાઈ ઘરે આવતા ઘરમાં ચોરી થયાનું માલૂમ પડતા તેઓએ બી’ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતોજ્યાં સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Latest Stories