New Update
-
આજે તારીખ 6 એપ્રિલ
-
ભાજપનો સ્થાપના દિવસ
-
જિલ્લા ભાજપ કાર્યાલય પર યોજાયો કાર્યક્રમ
-
150થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
-
ખેસ પહેરાવી પક્ષમાં આવકાર અપાયો
આજરોજ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં 150થી વધુ કાર્યકરો જોડાયા હતા જેમને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો.
વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકેનું બિરુદ મેળવેલ ભારતીય જનતા પાર્ટી આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે ત્યારે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે.ભરૂચ જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સામાજિક આગેવાન સેજલ દેસાઈ 150થી વધુ કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદીએ તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તમામ કાર્યકર્તાઓને પાર્ટીના સ્થાપના દિવસની શુભકામના પણ પાઠવી હતી.
Latest Stories