ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ જાતે જ રોડની કામગીરી અટકાવી દીધી, નેત્રંગમાં હલકી ગુણવત્તાના પેવર બ્લોક બેસાડવામાં આવ્યા હતા

નિરીક્ષણ દરમિયાન કામગીરીમાં ગંભીર ગોબાચારી અને ગુણવત્તામાં ખામીઓ નજરે પડતા સાંસદ મનસુખ વસાવાએ તાત્કાલિક અસરથી માર્ગની કામગીરી અટકાવવાનો આદેશ આપ્યો

New Update
ભરૂચના નેત્રંગ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન માર્ગ નિર્માણમાં હલકી કક્ષાના પેવર બ્લોકનો ઉપયોગ થતો હોવાની રજૂઆત સામે આવતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા સ્થળ પર પહોંચીને જાતે નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન કામગીરીમાં ગંભીર ગોબાચારી અને ગુણવત્તામાં ખામીઓ નજરે પડતા સાંસદ મનસુખ વસાવાએ તાત્કાલિક અસરથી માર્ગની કામગીરી અટકાવવાનો આદેશ આપ્યો હતો.
તેમણે સંબંધિત કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓને ગુણવત્તા મુજબનું કામ કરવા કડક સૂચનાઓ આપી હતી.સાંસદે જણાવ્યું હતું કે જાહેર માર્ગોના કામમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને તપાસ બાદ જ આગળની કામગીરી શરૂ કરાશે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ સંતોષની લાગણી જોવા મળી હતી.સાંસદે કામગીરી અટકાવી દેતા બ્લોક ટ્રેક્ટરમાં લઇ જવાની ફરજ પડી હતી.
Latest Stories