મનસુખ વસાવાનો લેટર બોમ્બ સૂચના અને પ્રસારણ મંત્રીને પત્ર લખી સોશિયલ મીડિયા પર અશ્લીલ અને વિકૃત પોસ્ટ પર નિયંત્રણની કરી માંગ

OTT ના માધ્યમથી લોકો વેબ સિરીઝ સહિતનું મનોરંજન મેળવતા હોય છે,પરંતુ સોશિયલ પ્લેટફોર્મના વધી રહેલા વ્યાપની બીજી બાજુ અશ્લીલ અને વિકૃત સામગ્રીઓ પણ વધુ પીરસાય રહી છે

author-image
By Connect Gujarat
New Update
Mansukh Vasava Write Lettar To Ashvini Vaishnaw
ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રીને એક પત્ર લખ્યો છે,જેમાં તેઓએ માંગ કરી છે કે OTT અને સોશિયલ મીડિયામાં વધી રહેલા વિકૃતિના દુષણ સામે તાત્કાલિક નિયંત્રણ લાવવામાં આવે.
ડિજિટલ યુગમાં દિન પ્રતિદિન સોશિયલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે,તો બીજી તરફ OTT ના માધ્યમથી લોકો વેબ સિરીઝ સહિતનું મનોરંજન મેળવતા હોય છે,પરંતુ સોશિયલ પ્લેટફોર્મના વધી રહેલા વ્યાપની બીજી બાજુ અશ્લીલ અને વિકૃત સામગ્રીઓ પણ વધુ પીરસાય રહી છે, જે અંગે ભરૂચ નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ અવાજ ઉઠાવ્યો છે,અને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને એક પત્ર લખ્યો છે..

મનસુખ વસાવાએ અશ્વિની વૈષ્ણવ લખેલ પત્ર:-

Mansukh Vasava Write Lettar

પત્રમાં જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલ અને વિકૃત સામગ્રીના પ્રસારણથી આપણા રાષ્ટ્રની સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યો પર અસર પડવાના કારણે સમાજ ના પવિત્ર સંબંધો અને પરિવાર પ્રણાલીને કમજોર બનાવી રહી છે,વધુમાં તેઓએ જણાવ્યું છે કે B.N.S. એક્ટ ,મહિલાઓ ના અભદ્ર પ્રતિનિધિત્વ અધિનિયમ અને IT એક્ટમાં સંશોધન કરીને તાત્કાલિક નક્કર પગલાં લઈને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.  
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.