New Update
ભરૂચના કંથારીયાના મુફ્તીએ ગૌમાંસ અને હિંદુ ગ્રંથો બાબતે આપત્તિજનક પેમ્ફ્લેટ છપાવ્યા હતા આ મામલામાં પોલીસે મુફ્તીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
કોમી સંવેદનશીલ એવા ભરૂચમાં કોમી વૈમનસ્ય ફેલાવવાના અને શાંતિ ડહોળવાના પ્રયાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં કંથારીયા ગામનો અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ ઉર્ફે મુફ્તી એક પત્રિકા બનાવી તેની કોપી કઢાવી વહેંચવા નીકળ્યો હતો. આ પત્રિકા એક જાગૃત નાગરિકના હાથમાં આવી જતા તેણે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન પત્રિકામાં ભડકાવનારું લખાણ લખવામાં આવ્યું હતું.
જેમાં ગૌમાંસ અને હિંદુઓના ગ્રંથોને તોડી મચોડી આપત્તીજનક ઉલ્લેખ કરાયો હતો. પોલીસે આ પત્રિકા કોમી રમખાણોનું કારણ બને તે પૂર્વે અબ્દુલ અઝીઝ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વિવાદાસ્પદ પત્રિકાઓ કબ્જે કરી લીધી છે. અબ્દુલ અઝીઝના રિમાન્ડ મેળવી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
Latest Stories