ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસે નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજનાનો કરાયો પ્રારંભ, મહિલાઓની ભાગીદારીથી પર્યાવરણનું કરાશે જતન

ભરૂચ નગર સેવા સંબંધ દ્વારા અમૃત મિત્ર યોજના નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની ભાગીદારી થકી પર્યાવરણના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો....

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા યોજાયો કાર્યક્રમ

  • પર્યાવરણ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન

  • અમૃત મિત્ર યોજનાનો પ્રારંભ

  • સખી મંડળની બહેનોને જોડવામાં આવી

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ નગર સેવા સંબંધ દ્વારા અમૃત મિત્ર યોજના નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની ભાગીદારી થકી પર્યાવરણના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો છે
કેન્દ્ર સરકારની "એક પેડ મા કે નામ" ઝુંબેશથી પ્રેરણા લઇ ભરૂચ નગરપાલિકા AMRUT 2.0 અને DAY-NULMના સહયોગથી ‘અમૃત મિત્ર’ પહેલ અમલમાં મૂકી રહી છે.ઉદઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, સેક્રેટરી કલ્પના ઉપાધ્યાય, અને વોટર વર્ક્સના ઇજનેર વિશ્વજીત રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.આ ઝુંબેશમાં વૃક્ષો માટે મહિલાઓ થીમ હેઠળ પાંજરાપોળ વિસ્તારની જય માતાજી, સિદ્ધિ વિનાયક, શિવ, ત્રંબકેશ્વર અને સારથી સખી મંડળોની બહેનોને જોડવામાં આવી છે.
તેમના દ્વારા ૨૦૦ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોના રોપણનું કાર્ય કરવામાં આવ્યું.આ પહેલ મહિલાઓને ન માત્ર પર્યાવરણ રક્ષણમાં ભાગીદારી આપે છે પરંતુ તેમને આર્થિક ભથ્થું પણ આપવામાં આવશે.જેના પરિણામે તેઓ આર્થિક રીતે પણ સશક્ત બનશે. ત્રીજા તબક્કામાં વૃક્ષોની દેખરેખ અને મોનિટરિંગના કાર્ય માટે વિશિષ્ટ આયોજન કરાશે. 
Read the Next Article

ભરૂચ: 9 કેન્દ્ર પર આજે ધો-10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ, 5 હજાર વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા

ભરૂચમાં 19 પરીક્ષા કેન્દ્ર પર આજથી ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં આજે ધોરણ-10નું પ્રથમ ભાષાનું જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર, ભૂગોળની પરીક્ષા લેવાય હતી.

New Update
  • ભરૂચમાં પરીક્ષાનો પ્રારંભ

  • પૂરક પરીક્ષાનો થયો પ્રારંભ

  • ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ

  • 5 હજાર પરિક્ષાર્થીઓ નોંધાયા

  • શાંતિપૂર્ણ માહોલમાં યોજાય પરીક્ષા

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે.
ભરૂચમાં 19 પરીક્ષા કેન્દ્ર પર આજથી ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં આજે ધોરણ-10નું પ્રથમ ભાષાનું જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર, ભૂગોળની પરીક્ષા લેવાય હતી. ભરૂચ જિલ્લામાંથી ધોરણ-10 ના 2640 વિદ્યાર્થીઓ 12  સામાન્ય પ્રવાહમાં 1290 વિદ્યાર્થીઓ અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 910 પરીક્ષાથીઓ પૂરક પરીક્ષા આપી રહ્યા છે.ઉલેખનીય છે કે, જે વિદ્યાર્થીઓના પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા હતા. તે વિદ્યાર્થીઓને પરિણામ વધુ લાવવામાં માટે એક તક મળી છે.