ભરૂચના મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા કેમ્પસ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
એમ.એમ.એમ.સી.ટી. સંચાલિત હાજી વલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળા, અલીફ અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક વિભાગ, મુનીર મુન્શી માધ્યમિક વિભાગના ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વી.સી.ટી. હાયર સેકન્ડરી વિભાગનાં શિક્ષકો દિવાન ફીરદોશબેન તેમજ મુન્શી આરીફાબેન નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી માધ્યમના હેડ મન્સુરી આસીફ સરે ઉપસ્થિત રહી સ્પર્ધકોમાં ઉત્સાહ જાગૃત કર્યો હતો. શાળાના આચાર્યા મેહફૂજાબેન દ્વારા સ્પર્ધામાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં અંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગમાંથી સાલેહ આલિયા, માધ્યમિક વિભાગમાંથી હાદિયા ઇર્શાદ તથા ઞુજરાતી માધ્યમિક વિભાગમાંથી માનુવાલા સહલ અને માસ્તર સાહિલ, પ્રાથમિક વિભાગમાંથી પટેલ યુસુફ જેઓએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા પટેલ રૂબીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.