New Update
-
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
-
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આયોજન
-
શિક્ષિકાઓ અને સેવીકાઓનું સન્માન કરાયુ
-
મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલ વાડીઓમાં ફરજ બજાવતા 18 શિક્ષિકાઓ અને 10 સેવિકાઓનું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચના મુન્શી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત દશ બાલવાડીઓમા સતત પંદર વર્ષથી વધુ સમયથી બાળકોને પાયાનુ શિક્ષણ આપનાર કર્તવ્ય પરાયણ અઢાર શિક્ષિકા અને દશ સેવિકા બહેનોને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે પ્રમુખ સૈયદ ઝૈનુદિદન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિવસે યોજાયો હતો.આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના રીજીયનલ મેનેજર રવિશકુમાર સિન્હા, SBI ભરૂચના બ્રાંચ મેનેજર દિનેશસિંગ સિસોદિયા અને સી.એ.તસનીમ કાવિવાલા ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોના હસ્તે શિક્ષિકાઓ અને સેવિકા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું