ભરૂચ: ટંકારીયા બારીવાળા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

ભરૂચના ટંકારીયા બારીવાળા ક્રિકેટગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મુસ્લિમ સમાજની વિવિધ ટીમો ભાગ લઇ રહી છે.

New Update
  • ભરૂચના ટંકારીયા ખાયે આયોજન

  • બારીવાળા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજન

  • મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

ભરૂચના ટંકારીયા સ્થિત બારીવાળા ક્રિકેટગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ ક્રિકેટર રશીદ પટેલ તેમજ લૂકમાન મેરીવાળા, સફવાન ઘોઘા, સલીમ વૈરાગી, ફિરદોશ ભજાના હસ્તે રીબીન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી.
આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ મકબુલ પટેલ, સઇદ બાપુજી તેમજ વાગરાના કોંગી અગ્રણી સુલેમાન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજ એક મંચ પર આવે એ હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા અને ભરૂચની ટીમ વચ્ચે યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમને મુખ્ય આયોજક જુનેદ ટીચુક, વસીમ મુન્શી તેમજ આરીફ બાપુજીએ સફળ બનાવ્યો હતો.
Latest Stories