ભરૂચ: નગર સેવા સદન દ્વારા રૂ.4 કરોડના ખર્ચે પાણીની 2 ટાંકીઓનું નિર્માણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ

ભરૂચ નગર સેવા સદન દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણીની બે ટાંકીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ  કરવામાં આવ્યું...

New Update
  • ભરૂચમાં વિકાસના કાર્યો

  • નગર સેવા સદન દ્વારા નિર્માણ કરાયુ

  • પાણીની 2 ટાંકીઓનું નિર્માણ

  • રૂ.4 કરોડનો ખર્ચ કરાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના–જનભાગીદારી યોજના નલ સે જલ અંતર્ગત મંજૂર થયેલ રૂ. 4.00 કરોડના ખર્ચે નિર્મિત જે.બી. મોદી પાર્ક તથા ડુંગરીની ટાંકીનું લોકાર્પણ  કરવામાં આવ્યું હતું.
લોકાર્પણ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સેનેટરી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ સહિતના આગેવાનો, અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાણીની ટાંકીનું નિર્માણ થતા સ્થાનિકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળવાનું શરૂ થશે.
Latest Stories