New Update
ભરૂચ નગર સેવા સદનનું ચેકીંગ
એપીએમસી માર્કેટ નજીક ચેકીંગ કરાયુ
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપાયો
250 કીલો જથ્થો જપ્ત કરાયો, વેપારી સામે દંડનીય કાર્યવાહી
ભરૂચ નગર સેવા સદન દ્વારા ચેકિંગ દરમિયાન એક દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250 કિલો જથ્થો જપ્ત કરી દુકાનદાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે ભરૂચ નગરપાલિકા દ્વારા સતત ચેકીંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ભરૂચ શહેરના એપીએમસી માર્કેટ નજીક આવેલી ભરૂચ પ્લાસ્ટિક નામની દુકાનમાં પાલિકાની ટીમે અચાનક ચેકીંગ કર્યું હતું. નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલની હાજરીમાં કરાયેલા આ ચેકીંગ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન અંદાજે 250 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.પાલિકાની ટીમે નિયમોનું ઉલ્લંઘન કરતા આ તમામ પ્લાસ્ટિક બેગ તાત્કાલિક જપ્ત કરી લીધા હતા. સાથે જ દુકાનદાર સામે પર્યાવરણ સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રતિબંધ સંબંધિત કાયદા મુજબ દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
Latest Stories