New Update
ભરૂચમાં ખુલ્લી ગટરમાં તણાઈ જતા યુવાનના મોતની ઘટનામાં નગર સેવા સદન દ્વારા તેના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં આવી છે.
ભરૂચમાં વરસતા વરસાદ વચ્ચે ખુલ્લી ગટરમાં પડી જતા મનોજ સોલંકી નામના યુવાનનું મોત નિપજ્યું હતું.વરસાદી પાણી ભરાઈ જતા ગટર ખુલ્લી હોવાનો અંદાજ ન રહેતા યુવાન ગટરમાં ખાબક્યો હતો અને તેમાં તણાઈ જવાથી તેનું કરુણ મોત નિપજ્યું હતું. બીજા દિવસે તેનો.મૃતદેહ મળી આવ્યો હતોઆ ઘટના બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.ખુલ્લી ગટર બંધ કરવા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકો અને વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજરોજ સ્થાનિક આગેવાનો અને વિપક્ષના સભ્યોએ નગરપાલિકા કચેરી પર હલ્લાબોલ કર્યો હતો અને મૃતકના પરિવારજનોને સહાય કરવાની માંગ કરી હતી. લગભગ અઢી થી ત્રણ કલાક સુધી ચાલેલા પ્રદર્શન બાદ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે
જેમાં મૃતકના પત્નીને નગર સેવાસદનમાં કાયમી નોકરી અને સાથે જ પરિવારજનોની વિવિધ સરકારી સહાય મળી રૂપિયા 20 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
આ તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ નગરસેવા સદન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને આવકારવામાં આવી છે પરંતુ સાથે જ આ ઘટના પાછળ જે પણ જવાબદાર અધિકારી કર્મચારી હોય તેની સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે..
યુવકના મોત બાદ નગર સેવાસદને સહાયની જાહેરાત તો કરી દીધી છે પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો મોતના કુવા સમાન સાબિત થઈ રહી છે ત્યારે વહેલી તકે આ તમામ ખુલ્લી ગટરો બંધ કરાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે