New Update
/connect-gujarat/media/media_files/2025/02/04/o7b1Amgr4NZmaDUoU12z.jpg)
નર્મદામૈયા બ્રીજ ભરૂચ-અંકલેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી, ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રીજ પરથી પસાર થાય છે. એ.બી.સી સર્કલથી નર્મદામૈયા બ્રીજ તથા અંકલેશ્વર તરફથી અવર-જવર કરતાં ભારે વાહનો / મોટા વાહનો જેવા કે લકઝરી બસો, ટ્રકો વિગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. એ.બી.સી સર્કલથી નર્મદામૈયા બ્રીજ સુધીમાં મોટી હોટલો, કોમ્પલેક્ષ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલ છે. જેથી, આ ભારે તથા અતિભારે વાહનોની અવર-જવરના કારણે જાનહાની થવાની પણ પુરતી સંભાવના રહેલી છે.
જેથી, નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે. તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
આ જાહેરનામું કલેકટર દ્વારા લંબાવામાં આવ્યું. કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
Latest Stories