ભરૂચ: રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત, વન વિભાગે તપાસ શરૂ કરી

ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું વન વિભાગે તપાસ શરૂ કરી

New Update
peacock

ભરૂચમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત નીપજવાનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતા જ વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મોરના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત વીજ કરંટ લાગવાથી મોરના મોત નીપજવાના બનાવ બની ચૂક્યા છે.

Latest Stories