New Update
ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓના નવનિર્માણ પામનાર ભવન સહિતની અન્ય ઉત્થાનની પ્રવૃતિઓ માટે શનિવારે ફંડ રેઇઝિંગ કાર્યક્રમ આયોજિત કરાયો છે.
ભરૂચના પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે શનિવારે સાંજે 6.30 કલાકે ભરૂચ અને નર્મદા જિલ્લા અંધજન મંડળ શાખા દ્વારા આ આયોજન કરાયું છે. જેમાં એન.એ.બી. ભરૂચ અને નર્મદા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાંસિઆ, માનદ મંત્રી પ્રદીપ પટેલ, ફંડ રેઇઝિંગ કમિટી ચેરમેન કૌશિક પંડ્યા સહિતના ઉપસ્થિત રહેશે. સાથે અન્ય દાતાઓ, સભ્યો અને પ્રજ્ઞાચક્ષુઓ જોડાશે.નવનિર્માણ પામનાર અંધજન ભવન અને અન્ય પ્રવૃતિઓના ફંડ રેઇઝિંગ કાર્યક્રમમાં ખ્યાતનામ પ્રજ્ઞાચક્ષુ કલાકારો ગીત - સંગીત રજૂ કરશે.ભરૂચ - નર્મદા અંધજન મંડળ દ્વારા દ્રષ્ટિ દિવ્યાંગજનોના પુનઃવસન, તબીબી સેવા, તાલીમ, શિક્ષણ અને સ્વરોજગારની પ્રવૃતિઓ નિરંતર હાથ ધરાઈ રહી છે. અત્યાર સુધી અંધજનો માટે 60 થી વધુ નેત્ર નિદાન કેમ્પ આયોજિત કરાયા છે. જેમાં 10 હજારથી વધુ દર્દીઓની તપાસ સાથે 500 ઓપરેશન મફત કરાયા છે.
સ્વરોજગાર માટે 77 અંધજનોને રૂપિયા 20 હજારની કિંમતના સ્વરોજગાર બુથ આપવામાં આવ્યા છે. NAB દ્વારા શૈક્ષણિક સહાયમાં શાળાએ જતા 100 અંધ બાળકોને શિક્ષણાર્થે મોબાઈલ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવી ડિજિટલ લાઈબ્રેરીની સ્થાપના કરાઈ છે.ભરૂચ જિલ્લાના 100 અને નર્મદા જિલ્લાના 70 અંધજનોને સ્માર્ટ ચશ્મા આપી તેના ઉપયોગ અંગે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. સાથે જ ભરૂચ - નર્મદા અંધજન મંડળ દ્વારા લોક જાગૃતિ અર્થે અંધજનો માટે સંગીત, નાટક અને રમત - ગમતનું આયોજન, 20 અંધ મહિલાઓ માટે રસોઈ શો અને પ્રસિદ્ધ પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડો. કૃણાલ શાસ્ત્રી દ્વારા ભરૂચમાં શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરાયું હતું.
ભરૂચ - નર્મદા અંધજન મંડળ સંસ્થાનું સ્વપ્ન છે કે, અંધજનોના જીવનમાં ઉજાસ પાથરી તેઓની દિવ્યાંગતા ઉજાગર કરી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું. ભરૂચમાં અંધજનો માટે બ્રેઇલ ઓરીએન્ટેશન મોબિલિટી અને મોટી ઉંમરે દ્રષ્ટિ ગુમાવનાર ભાઈઓ બહેનો માટે તાલીમ કેન્દ્ર, કોમ્યુટર સેન્ટર, કાયમી ચિકિત્સાલય સહિત અન્ય પ્રવૃતિઓ સ્થાપિત કરવી.
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/05/14/cXYzOCXGYImBufVHDgEW.jpg)