New Update
આજે તારીખ 24મી એપ્રિલ
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ
જિલ્લા પંચાયત ખાતે કરાય ઉજવણી
પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા રહ્યા ઉપસ્થિત
ગ્રામપંચાયતના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા અને કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સ્થિર અને સુલભ બનાવવાની દિશામાં પગલાં લેવા, પીવાના પાણીની સુવિધા, સફાઈ અને શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીઓ તથા ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.