New Update
ભરૂચમાં નવા વર્ષને આવકાર અપાયો
ઠેર ઠેર ડીજે પાર્ટીનું આયોજન
ભવ્ય આતશબાજી કરાય
લોકો રસ્તા પર ઉતરી આવ્યા
એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવાય
ભરૂચ જિલ્લામાં 31મી ડિસેમ્બરની મધરાતે વર્ષ 2025ને વિદાય આપી અને નવા વર્ષ 2026નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વર્ષની આગમનને લઈ જિલ્લામાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો.
નવા વર્ષ નિમિત્તે ભરૂચ શહેરના સીટી સેન્ટર વિસ્તાર તેમજ ઝાડેશ્વર નર્મદા કોલેજની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ડીજે પાર્ટીઓનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ડીજે પાર્ટીઓમાં મોટી સંખ્યામાં યુવક- યુવતીઓ ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા. મધરાતે 12 વાગતા જ સમગ્ર વિસ્તાર “હેપ્પી ન્યૂ યર”ના નાદોથી ગુંજી ઉઠ્યો હતો.
નવા વર્ષની ખુશીમાં શહેરમાં ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ રસ્તાઓ પર નીકળી નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને યુવાનોમાં નવા વર્ષને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ, કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ પણ રાત્રિ દરમિયાન એલર્ટ મોડમાં રહી પેટ્રોલિંગ અને નજર રાખવામાં આવી હતી.એકંદરે ભરૂચ જિલ્લામાં ઉત્સાહ, ઉમંગ અને ઉજવણી સાથે વર્ષ 2026ને આવકારવામાં આવ્યું હતું.
Latest Stories