ભરૂચ: ન.પા.ની સાયખા ગામ નજીક સૂચિત ડમ્પિંગ સાઇટનો વિરોધ,ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ?ત્યારે નગરપાલિકા પોતાનું વલણ નહિ બદલે તો ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી

New Update
ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટનો મામલો
વાગરાના સાયખા ગામ નજીક સૂચિત ડમ્પિંગ સાઇટ 
સાયખાના ગ્રામજનો દ્વારા નોંધાવાયો વિરોધ
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
રોગચાળો ફાટી નિકળવાની દહેશત વ્યક્ત કરાય
ભરૂચના વાગરા તાલુકાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભરૂચ નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઈટનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના શાખા ગામ નજીક આવેલ પ્લોટમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો..
જોકે થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ વિરોધ નોંધાવી આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી દીધી હતી ત્યારે ફરી એકવાર આ પ્લોટમાં ડમ્પિંગ સાઈટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વાગરાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું..
જેમાં જણાવ્યા અનુસાર આ અગાઉ ભરૂચ નગરપાલિકાએ કચરો નાખ્યો હતો જેના કારણે ગામમાં પુસ્કાર દુર્ગંધ ફેલાઈ ગયેલી હતી. તે દરમ્યાન માખી, મચ્છર નું પ્રમાણ ગામમાં ખુબ વધી ગયું હતું. જેના કારણે ગામમાં બીમારીનું પ્રમાણ ખુબ વધી ગયું હતું ત્યારે આ કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ?ત્યારે નગરપાલિકા પોતાનું વલણ નહિ બદલે તો ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.