પાવન શલીલા માઁ નર્મદા પરિક્રમાનું છે અનેરૂ મહત્વ
શ્રદ્ધાળુઓ કરે છે શ્રધ્ધાભેર કપરી પરિક્રમા
MPના પરિવાર સાથે 6 વર્ષનો બાળક પણ પરિક્રમામાં જોડાયો
દાદા દાદી સાથે જોડાયો બાળ પરિક્રમાવાસી
સાહસિક પરિક્રમા કરતા બાળકે દર્શાવી અનેરી તાજગી
નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતો. દાદા-દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનો બાળક માઁ નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. યાત્રા કઠિન છે. પણ માઁ નર્મદાનું સ્મરણ કરતા તમામ કઠિનાઈ દૂર થાય છે.25 દિવસ પૂર્વે અમરકંટકથી યાત્રા શરૂ કરી હવે પ્રથમ ચરણના અંત ભાગ સુધી પહોંચ્યા હતા.
નર્મદા પરિક્રમાનું મહત્વ દિવસે દિવસે વધી રહ્યું છે.ત્યારે પ્રતિ વર્ષ તેના શ્રદ્ધાળુમાં વધારો થઇ રહ્યો છે. પગપાળા નર્મદા પરિક્રમા કઠિન છે. માર્ગ પણ કઠિન અને જંગલમાંથી પણ પસાર થવું પડે છે .પણ માઁ નર્મદાનું સ્મરણ કરતાં તમામ કઠિનાઈ દૂર થાય છે.ખાસ કરીને યુવાન અને વૃદ્ધો તથા વૃદ્ધ મહિલા પગપાળા નર્મદા પરિક્રમા કરતા હોય છે. આજે આ પરિક્રમામાં નાના બાળકો પણ પગપાળા માઁ નર્મદાનો સાક્ષાત્કાર કરવા નીકળ્યા છે. બાળ પરિક્રમાવાસી નર્મદે હર ના જાપ સાથે માઁ નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા છે.
મધ્યપ્રદેશના પ્રિતનગરનો ધોરણ એકમાં અભ્યાસ કરતો 6 વર્ષીય નયન વર્મા એ પણ દાદા દાદી સાથે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી આ વાત દાદા દાદીને જણાવતા તેઓ પણ નવાઈ પામ્યા હતા,અને 6 વર્ષનું બાળક પગપાળા કઠિન પરિક્રમા કેવી રીતે કરી શકશે,જો કે નયનની માઁ નર્મદાજીની ભક્તિ આગળ નમીને તેને સ્કૂલમાંથી રજાની મંજૂરી મેળવવાનું જણાવતા તેણે શાળામાં પોતાના શિક્ષકને નર્મદા પરિક્રમામાં જવાનું જણાવતા તેના શિક્ષક પણ આશ્ચર્યમાં પડી ગયા હતા,જોકે પરિક્રમા કરવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂકેલા નયનને રજા આપી હતી, અને આ બાળ પરિક્ર્માવાસી નયન પોતાના દાદા દાદી સાથે પગપાળા માઁ નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યો છે.
ત્યારે 6 વર્ષીય નયન વર્મા તેના દાદા દાદી સાથે અંકલેશ્વર શહેરમાં પ્રવેશ કર્યો હતો.તેઓ શહેરના મુખ્ય માર્ગ ઉપર નર્મદે હરના જાપ સાથે પસાર થઇ રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચ્યા હતા અને રામ કુંડ ખાતે રોકાણ કરી પ્રથમ ચરણના અંત ભાગ સુધી રવાના થયા હતા. ત્યારે દાદા-દાદી માટે શ્રવણ કુમાર બનેલા આ બાળ ભક્તોના માતા-પિતા પણ ધન્ય છે કે તેઓ બાળકોને આ આધ્યાત્મિક યાત્રા પર મોકલ્યા છે.