New Update
આજે કારગીલ વિજય દિવસ
ભરૂચમાં યુવા ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમ
સ્ટેચ્યુ પાર્ક ખાતે કાર્યક્રમનું આયોજન
વીર શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
આજરોજ કારગીલ વિજય દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આજ રોજ કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કારગીલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,યુવા ભાજપના ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશની સુરક્ષામાં પોતાના પ્રાણોનો ત્યાગ કરનાર વીરપુત્રોને શત શત નમન કરવામાં આવ્યા હતા.
Latest Stories